ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે બાળકોની અભિરૂચિ માટે ટપાલ વિભાગ શાળાઓમાં ફિલાટેલી એટલે કે, ટપાલ ટિકિટ સંગ્રહ ક્લબ શરૂ કરશે. આ નાણાકીય વર્ષમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં અત્યાર સુધી આવા 11 ક્લબ શર કરાયા છે. અમદાવાદ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે અમદાવાદ જાહેર ટપાલ કાર્યાલય G.P.O. ખાતે ફિલાટેલી ડે એટલે કે, ટપાલ ટિકિટ સંગ્રહ દિવસનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે યાદવે બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી ફિલાટેલી સાથે જોડાવવા અપીલ કરી હતી.અમદાવાદ જાહેર ટપાલ કાર્યાલયના ચીફ પોસ્ટમાસ્ટર ગોવિંદ શર્માએ કહ્યું, ‘માત્ર 200 રૂપિયામાં ટપાલ ટિકિટ સંગ્રહ ધિરાણ ખાતું ખોલીને ઘરેબેઠા ટપાલ ટિકિટ મેળવી શકાય છે.
Site Admin | ઓક્ટોબર 8, 2024 7:23 પી એમ(PM) | ટપાલ ટિકિટ સંગ્રહ