ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે,. આજે ભિવાનીમાં ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્સટાઇલ એન્ડ સાયન્સિસ ખાતે આયોજિત રાષ્ટ્રીય ટેક્સટાઇલ કોન્ફરન્સને સંબોધતા, મિશન ડિરેક્ટર અશોક મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ નવીન સામગ્રી ટૂંક સમયમાં મોટા પાયે બનાવવામાં આવશે.બાદમાં, મીડિયા સાથે વાત કરતા, શ્રી અશોક મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ટેકનિકલ કાપડના ઉત્પાદન માટે લગભગ દોઢ હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.શ્રી મલ્હોત્રાએ જણાવ્યું હતું કેરાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન હેઠળ, પુલ અને રસ્તાના બાંધકામ, તબીબી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા ખાસ કપડાં હવે ભારતમાં બનાવવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:31 પી એમ(PM)
ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે
