ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ એક હજાર 211 ઉમેદવારો મેદાનમાં છે.ગઇકાલે બીજા તબક્કા માટેના ઉમેદવારીપત્રો પરત ખેચવાના અંતિમ દિવસ બાદ કુલ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉલ્લેખનીય છે કે 81 સભ્યોની વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે 43 બેઠકો પર થશે. આ તબક્કા માટે છસો 83 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ગઈકાલે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ બીજા તબક્કા માટે પાંચસો 28 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 મતવિસ્તારોમાં મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.
Site Admin | નવેમ્બર 2, 2024 2:17 પી એમ(PM)
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કુલ એક હજાર 211 ઉમેદવારો મેદાનમાં છે
