ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સહ-પ્રભારી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, NDAને સમર્થન વધી રહ્યું છે અને લોકોએ હેમંત સોરેન સરકારને હટાવવાનું મન બનાવી લીધું છે. તેમણે કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ઈરફાન અંસારીએ ભાજપ પર પાર્ટી કાર્યકર્તાઓની અવગણના કરવાનો અને બહારના લોકોને ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજ્યમાં ફરીથી ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 8:41 એ એમ (AM) | વિધાનસભા ચૂંટણી
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ જાહેર સમર્થન મેળવવા માટે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.