ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે. ગોડા જિલ્લામાં જાહેર સભાને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસતિ ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદ્રશ્ય બદલાઈ જશે. શ્રી ગાંધીએ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતવર્ગો માટે અનામત વધારવાનું વચન આપ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જાતિ આધારિત ગણતરી બાદ દલિતો, આદિવાસીઓ પછાત વર્ગો અને ગરીબોને તેમની સાચી તાકાત જાણવા મળશે, જે ભારતીય રાજકારણમાં નવા યુગના મંડાણ કરશે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ જાતિ આધારિત ગણતરીની માંગણી કરતી રહેશે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર પછાત વર્ગો માટેની અનામત 27 ટકાથી ઘટાડીને 14 ટકા કરવાનો આરોપ મૂક્યો હતો.તેમણે કોંગ્રેસનાં ચૂંટણી વચનો આપતા આ પ્રમાણે જણાવ્યુઃ
Site Admin | નવેમ્બર 15, 2024 7:42 પી એમ(PM) | ઝારખંડ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે
