ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 2:22 પી એમ(PM)

printer

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 29.31 ટકા મતદાન નોંધાયું

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 29.31 ટકા મતદાન નોંધાયું છે. આજે સવારે સાત વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે. 31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલાઓ સહિત 6 હજાર 083 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન, રાંચીથી રાજ્યસભાના સાંસદ અને jmm ઉમેદવાર મહુઆ માજી, લોહરદગાથી કોંગ્રેસના રામેશ્વર ઓરાઓન, જમશેદપુર (પશ્ચિમ)થી જનતા દળ (યુનાઈટેડ)ના સરયૂ રાય અને AJSUના હરે લાલ ઈચ્છાગઢથી મહતો આ તબક્કાના લોકપ્રિય ઉમેદવારોમાં સામેલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ