ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આ તબક્કામાં 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 29 ઑક્ટોબર છે. ઉમેદવાર સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. 1 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. પ્રથમ તબક્કા માટે મતદાન 13 નવેમ્બરે થશે. જ્યારે કે મત ગણતરી 23 નવેમ્બરના રોજ થશે. દરમિયાન પહેલા તબક્કાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 25 ઉમેદવારોએ નામ નોંધાવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 3:11 પી એમ(PM)
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું
