ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે તથા 10 રાજ્યોની વિધાનસભાની 33 બેઠકોનીપેટાચૂંટણીનાં પ્રચારનો આજે અંત આવ્યો છે. આ તબક્કામાં 13 નવેમ્બરે ઝારખંડમાં 43 બેઠકોમાટે મતદાન યોજાશે. એનડીએ અને ઇન્ડિ ગઠબંધનનાં સ્ટાર પ્રચારકોએ મતદારોને આકર્ષવા છેલ્લીઘડીનાં પ્રયત્નો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આજે મેરા બુથ સબસે મજબૂત ઝૂંબેશ હેઠળ ઝારંખડમાં ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યોહતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ઝારખંડનાં ઝડપી વિકાસ માટેરાજ્યમાં ડબલ એન્જિન સરકારની જરૂર છે. બીજી બાજુ, જેએમએમના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેને આક્ષેપ કર્યો હતો કે એનડીએનાંશાસનમાં ઝારખંડનાં હિતોની અવગણના કરવામાં આવી છે. પલામુમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રીસોરેને એનડીએ સરકાર પર રાજ્યમાં અનેક મહત્વાકાંક્ષી યોજનાઓને અટકાવવાનો આરોપ મૂક્યોહતો.દરમિયાન,આજે 10 રાજ્યોની 33 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પ્રચારપડઘમ શાંત થયા છે,જેમાં ગુજરાતની વાવ અને કેરળની વાયનાડ લોકસભા બેઠકનો સમાવેશથાય છે. વાયનાડ બેઠક પર કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પ્રથમ વાર ઉમેદવારીનોંધાવી છે.દરમ્યાન, ભારતીય જનતાપાર્ટીએ આજે ચૂંટણી પંચને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામેકાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાજપે શ્રી ગાંધી પર મહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરી એકવાર જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂક્યોછે.
ગયા સપ્તાહે મુંબઈમાં શ્રી ગાંધીએ કરેલા ભાષણને ટાંકીને ભાજપે આદર્શ આચાર સંહિતાના ગંભીર ઉલ્લંઘનમાટે કોંગ્રેસના સાંસદ સામે કાર્યવાહી કરવા માટે પંચને રજૂઆત કરી હતી.પક્ષના વરિષ્ઠનેતા અર્જુનરામ મેઘવાલના નેતૃત્વમાં ભાજપનું પ્રતિનિધિમંડળ આજે મુખ્ય ચૂંટણી કમિશનરનેમળ્યું હતું.
Site Admin | નવેમ્બર 11, 2024 7:52 પી એમ(PM)