ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25મી ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તેમના નામાંકન દાખલ કરી શકશે. 28મી ઓક્ટોબરના રોજ નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ આ મહિનાની 30 તારીખ છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
આ વખતે ભારતીય જનતા પાર્ટી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન, જનતા દળ યુનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને સીપીઆઈ-એમએલ સાથે મળીને ચૂંટણી લડશે.
ઉત્તર પ્રદેશમાં આજે નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ મહિનાની 25 તારીખ સુધી નામાંકન ભરી શકાશે. રાજ્યમાં મિલ્કીપુર સિવાય 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 9:24 એ એમ (AM) | પેટાચૂંટણી
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા અને ઉત્તરપ્રદેશની પેટાચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે
