ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 2:34 પી એમ(PM)

printer

ઝારખંડ વિધાનસભાની બીજા તબકકાની અને મહારાષ્ટ્રની એક તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પૂરો થશે

ઝારખંડ વિધાનસભાની બીજા તબકકાની અને મહારાષ્ટ્રની એક તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પૂરો થશે. બંને રાજયોમાં વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પ્રચાર ચરમસીમાએ છે. કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ નવી મુંબઇમાં જાહેર સભા કરે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા ત્રણ જાહેરસભાઓ સંબોધશે. તેઓ નવી મુંબઇમાં બેલાપુરમાં, સોલાપુરના અક્કલકોટમાં અને અહમદનગર જિલ્લાનાકારજાતમાં જાહેર સભાઓ સંબોધશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગોન્ડા અને નાગપુરમાં જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા થાણે, સોલાપુર તેમજ અહમદનગરમાં ચૂંટણી સભા સંબોધશે.
જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના યુવાનોને 5 લાખ નોકરીઓ મળી શકી હોત તેવા 7 લાખ કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટ અન્ય રાજ્યોને આપી દીધાનો સત્તારૂઢ મહાયુતિ સરકાર ઉપર આરોપ લગવ્યો હતો. શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં રોજગાર, મોંઘવારી, મહિલાઓના પ્રશ્નો અને મહારાષ્ટ્રની સંપત્તિ તેના લોકોને પરત મળે તે સુનિશ્ચિત કરવું એ મુખ્ય છે. NCP (SP)ના વડા શરદ પવાર પુણે અને અહિલ્યાનગરમાં તેમની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ