ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદીઓની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સરકારી સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાલામુમાં વિશ્રામપુર ખાતેથી રેલીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની નીતિઓની કડક શબ્દોમાં ટીકા કરી છે.