ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે કુલ ચાર હજાર એકસો ૩૬ ઉમેદવારો મેદાનમાં છે જેમાં બે હજાર ૮૬ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે કહ્યું કે રાજ્યમાં લગભગ પાંચ લાખ ચૂંટણી કાર્યકરો એક લાખ ચારસો ૨૭ મતદાન મથકોની વ્યવસ્થાનું ધ્યાન રાખશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ સંસદીય ક્ષેત્ર અને પંજાબ, ઉત્તર પ્રદેશ, કેરળ અને ઉત્તરાખંડની કુલ ૧૫ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણી યોજાશે. તમામ રાજ્યોની મતગણતરી આ શનિવારે થશે. ઝારખંડમાં આજે જે ખાસ ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે તેમાં – મુખ્ય મંત્રી હેમંત સોરેન, પ્રમુખ રવીન્દ્ર નાથ મહતો, ભાજપ રાજ્ય શાખાના પ્રમુખ બાબુલાલ મરાંડી, વિપક્ષના નેતા અમરનાથ કુમાર બૌરી, ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘના પ્રમુખ સુદેશ કુમાર મહતો અને કલ્પના સોરેન સમાવેશ થાય છે. ચાર મંત્રીઓ – ઈરફાન અંસારી, હાફીઝ ઉલ હસન, દીપિકા પાંડે સિંહ અને બેબી દેવી પણ મેદાનમાં છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બૂથ પર કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. આંતર-જિલ્લા સરહદો સીલ કરી દેવામાં આવી છે. બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અને અસામાજિક તત્વો પર અંકુશ રાખવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.