ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચક્રધરપુર રેલ્વે વિભાગ હેઠળના પોટોબેડા ગામ નજીક બારાબામ્બો અને ખરસાવા રેલ્વે સ્ટેશન વચ્ચે આજે સવારે હાવડા-મુંબઈ મેઈલની 18 બોગી પાટા પરથી ઉતરી જવાને પગલે બે મુસાફરોના મોત થયા છે અને 24 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રેનના બી-4 કોચમાંથી બે મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન હાવડાથી મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ફસાયેલા મુસાફરોને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા.
રેલવેએ મૃતકના વારસદારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરો માટે પાંચ લાખ અને ઈજાગ્રસ્ત મુસાફરો માટે એક લાખની સહાયની પણ જાહેરાત કરી હતી.
રેલ દુર્ઘટનાને પગલે દક્ષિણ પૂર્વ રેલવેના ટાટાનગર – ચક્રધરપુર રેલ વિભાગ પરનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.
Site Admin | જુલાઇ 30, 2024 8:08 પી એમ(PM) | દુર્ઘટના
ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ
