ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી એક અબજ 47 કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણીઅધિકારી કે રવિ કુમારે જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 31 FIR દાખલ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત કામગીરીને કારણે આ તમામ રકમ જપ્ત થઇ છે.ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં મુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કામગીરી ચાલી રહી છે.
Site Admin | નવેમ્બર 5, 2024 5:54 પી એમ(PM)