ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 7:18 પી એમ(PM)

printer

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઇ

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનીપ્રક્રિયા પૂરી થઈ ગઇ. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈસોરેને સરાયકેલાથી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે AJSU પાર્ટીના વડા સુદેશ કુમાર મહતોએ સિલ્લીથી ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ મંત્રી રાધાકૃષ્ણ કિશોરે છતરપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ જે એમએમના ઉમેદવાર તરીકે ગોમિયા માટે ફોર્મ ભર્યું. 28મી ઑક્ટોબરના રોજ નામાંકનોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારો 30મી ઑક્ટોબર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.દરમિયાન, સર્ચ ઓપરેશન દરમિયાન,વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી રાજ્યના વિવિધ ભાગોમાંથી 27 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્તકરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 14FIR દાખલ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ