ઝારખંડમાં, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોની અનિશ્ચિત હડતાળને કારણે રાજ્યભરની તબીબી સેવાઓને અસર થઈ છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે અત્યાર સુધીમાં દસ હજારથી વધુ દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહ્યા છે. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS), રાંચીમાં ડોકટરો હડતાળ પર હોવાથી દાખલ કરાયેલા ચારસોથી વધુ દર્દીઓએ હોસ્પિટલ ખાલી કરી રહ્યા છે તો સાથોસાથ ઓપીડી સેવાઓ પણ બંધ હોવાથી દરરોજ સંખ્યાબંધ દર્દીઓ પરત ફરી રહ્યા છે.
દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ઝારખંડ ચેપ્ટરના સેક્રેટરી પ્રદીપ કુમાર સિંહે જણાવ્યું હતું કે તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદતની હડતાળ ચાલુ રહેશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:37 પી એમ(PM) | ડૉક્ટર