ઝારખંડમાં ઈડીએ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, એન્જિનિયરો સાથે સંબંધિત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં..આજે ઝારખંડમાં થયેલી મોટી કાર્યવાહી દરમિયાન. પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા છે.
આઈએએસ મનીષ રંજન, મંત્રી મિથલેશ ઠાકુરના પીએસ હરેન્દ્ર સિંહ, મંત્રીના ભાઈ વિનય ઠાકુર સહિત ઘણા વિભાગીય એન્જિનિયરો સાથે જોડાયેલા 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના જલ જીવન મિશનમાં ગેરરીતિઓ સંબંધિત મામલાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીની આ કાર્યવાહી રાંચીના પંડારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર ના આધારે લેવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:30 પી એમ(PM)
ઝારખંડમાં ઈડીએ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા
