ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે. આ માટે રાજ્યમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સંચાલન ટુકડીને પોતપોતાના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. 225 સંવેદનશીલ બૂથમાંથી આ ટુકડીઓ ગઈકાલે 194 મતદાન કેન્દ્ર પર ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર દ્વારા પહોંચી છે. જ્યારે અન્ય 30 બૂથના મતદાન અધિકારીઓને આજે મોકલવામાં આવશે.
અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, પશ્ચિમ સિંહભૂમ, લાતેહાર, લોહરદગા, ગઢવા અને ગુમલા જિલ્લા એમ પાંચ જિલ્લામાં આ સંવેદનશીલ બૂથ આવેલા છે. રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન માટે 15 હજાર 344 મતદાન મથક ઊભા કરાયા છે. આ ચૂંટણીમાં 73 મહિલા સહિત 683 ઉમેદવાર મેદાનમાં હશે. જ્યારે એક કરોડ 37 લાખથી વધુ મતદારો આ ઉમેદવારોનું ભાવિનક્કી કરશે. ઝારખંડ વિધાનસભા માટે બીજા તબક્કાની 38 બેઠક માટે 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
Site Admin | નવેમ્બર 12, 2024 9:32 એ એમ (AM) | મતદાન