ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 8:04 પી એમ(PM)

printer

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી ‘મૈયા સમ્માન યોજના’નો પ્રારંભ કરાવ્યો

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મુખ્યમંત્રી ‘મૈયા સમ્માન યોજના’નો પ્રારંભ કરાવ્યો છે. યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ 57 હજાર, 120 મહિલાઓ લાભાર્થીઓના ખાતામાં DBT દ્વારા પ્રથમ હપ્તો ટ્રાન્સફર કર્યો હતો.
યોજના અંગે માહિતી આપતા શ્રી સોરેને જણાવ્યું કે, 21થી 50 વર્ષની મહિલાઓને પ્રતિ માસ આર્થિક સહાય તરીકે દર મહિને એક હજાર એમ વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય કરાશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, 31 ઑગસ્ટે એક હજાર રૂપિયા આ લાભાર્થીઓના ખાતામાં જમા કરાશે. જ્યારે સપ્ટેમ્બર માસ બાદથી દર 15મી તારીખે વળતર ટ્રાન્સફર કરાશે. ઝારખંડમાં મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના અંતર્ગત અંદાજે 48 લાખ મહિલાઓને લાભ થશે. લાભાર્થીઓને મોબાઇલ પર SMSની મદદથી વળતર વિશેની જાણકારી મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ