ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 10:21 એ એમ (AM)

printer

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આદિવાસી નેતા ચંપઈ સોરેન 30 ઓગસ્ટે રાંચીમાં ભાજપમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટીના ઝારખંડનાં કો-ઇનચાર્જ અને આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી.
શ્રી સોરેન અને શ્રી સરમા ગઈ કાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને ઝારખંડની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ચંપઈ સોરેને તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)થી અલગ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જેએમએમ ઝારખંડનાં શાસક જોડાણનું નેતૃત્વ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ