ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું. તેઓ બિહારના જમુઇથી દેવઘર એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે વિમાન ટેક ઓફ શરૂ થઈ શક્યું નહતું, જેને કારણે દિલ્હી પરત ફરવામાં વિલંબ થયો હતો.
પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને કારણે દેવઘરને નો-ફ્લાયઝોન જાહેર કરવામાં આવ્યો હતો, જેને કારણે અન્ય નેતાઓનાં પ્રવાસ પર પણ અસર પડી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને જેએમએમ નેતા કલ્પના સોરેનનાં હેલિકોપ્ટરને પણ ટેકઓફની મંજૂરી ન મળતાં ઝારખંડમાં ચૂંટણી પ્રચારમાં વિલંબ થયો હતો.. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પ્રધાનમંત્રીની સભાને કારણે રાહુલ ગાંધીનાં હેલિકોપ્ટરને મંજૂરી આપવામાં ન આવી.-
Site Admin | નવેમ્બર 15, 2024 7:26 પી એમ(PM) | ઝારખંડ