ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો છે. જો કે, જમીન ઉપર પ્રવેશ્યા બાદ આ ચક્રવાત થોડું નબળું પડ્યું છે. જમીન ઉપર પ્રવેશ વખતે પવનની ગતિ 225 કિલોમીટર પ્રતિકલાક જેટલી હતી.
ચક્રવાત અને વરસાદના કારણે ઘણાં વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. અને કેટલાંક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે. વહીવટીતંત્રે ફલોરીડા અને જયોર્જિયા સહિત પાંચ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:59 પી એમ(PM) | ચક્રવાત