જ્યોર્જિયામાં, હજારો લોકો આજે રાજધાની તિબિલિસીમાં રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલાશવિલીના શપથ ગ્રહણ પહેલા વિરોધ કરી રહ્યા છે.14મી ડિસેમ્બરે મિખાઇલ કાવેલાશવિલીને દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. વર્તમાન પ્રમુખ સાલોમઝુરા બિચવિલીએ ચૂંટણીઓને ગેરકાયદે ગણાવીને પદ છોડવાનો ઇનકાર કર્યો છે. ચાર મુખ્ય વિરોધપક્ષોએ પણ ચૂંટણીને નકારી કાઢી છે અને સંસદનો બહિષ્કાર કર્યો છે. જ્યોર્જિયાની ડ્રીમ પાર્ટી ઓક્ટોબરમાં સંસદીય ચૂંટણી જીતી હતી, પરંતુ ચૂંટણીમાં છેતરપિંડીના આરોપોએ વિરોધને વેગ આપ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 29, 2024 6:54 પી એમ(PM)
જ્યોર્જિયામાં, હજારો લોકો આજે રાજધાની તિબિલિસીમાં રાષ્ટ્રપતિ મિખાઇલ કાવેલાશવિલીના શપથ ગ્રહણ પહેલા વિરોધ કરી રહ્યા છે
