રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચમાં, મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમ જ વડોદરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધારે 24 મિલીમીટર વરસાદ સુરત શહેરમાં અને ભાવનગરમાં 15 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:53 પી એમ(PM) | ભારે વરસાદ