ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2024 10:52 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #VladimirPutin | newsupdate | Russia

printer

જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. ગઈકાલે મોસ્કોમાં રશિયાની સુરક્ષા પરિષદની બેઠકમાં, શ્રી પુતિને જાહેરાત કરી હતી કે જો પરમાણુ શક્તિ સંપન્ન દેશના સમર્થનથી કોઈ પણ પરમાણુ રહિત દેશ રશિયા પર હુમલો કરે છે, તો આવી કાર્યવાહીને રશિયન સંઘ પર સંયુક્ત હુમલા તરીકે જોવામાં આવશે. રશિયન લશ્કરી થાણાઓ પર લાંબા અંતર સુધી હુમલો કરવા સક્ષમ પશ્ચિમી મિસાઇલોનો યુક્રેન દ્વારા ઉપયોગ કરવાની મંજૂરી મેળવવાના પ્રયાસ અંગે આએ ટિપ્પણી કરવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ રશિયાના અંતરિયાળ વિસ્તારોમાં ગોળીબાર કરવા માટે લાંબા અંતરના શસ્ત્રોનો ઉપયોગ કરવા અમેરિકા અને યુરોપમાં તેમના સાથીઓની સંમતિ મેળવવાનો પ્રયાસ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ