સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય, તો કાનૂની વ્યવસાય અને કાયદાકીય શિક્ષણમાં ખામી છે. લખનૌમાં ડો. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેમના સંબોધન દરમિયાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે પ્રાદેશિક ભાષાઓમાં કાયદા શીખવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
CJI ચંદ્રચુડ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓને પદવીઓનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ભારત હવે કાયદાના શાસન માટે વિશ્વમાં ઓળખાય છે.
Site Admin | જુલાઇ 13, 2024 8:23 પી એમ(PM)