જૈવ વૈવિધ્ય સમજૂતિમાં સામેલ થનારા વિવિધ દેશોની 16મી બેઠક – કોપ -16નું કોલંબિયાના કેલીમાં સમાપન થયું. આ સંમેલનમાં જૈવ વિવિધતાને જાળવી રાખવાની દિશામાં આફ્રિકી સમુદાયોની અનિવાર્ય ભૂમિકાને સ્વીકારવામાં આવી. સંમેલનના અધ્યક્ષ સુસાના મુહમ્મદ અને કોલંબિયાના વિદેશ મંત્રી લઈ ગિલ્બર્ટો મુરિલોએ આ નિર્ણયને આવકાર્યો હતો.
‘પ્રકૃતિ સાથે શાંતિ’ વિષય વસ્તુ આધારિત કોપ 16ને મહત્વના પરિણામ હાંસલ કર્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિસ્તારોમાં પરિસ્થિતકી રીતે મહત્વના દરિયાઈ વિસ્તારોને ઓળખવા, તેમનું સંરક્ષણ કરવા માટેની વૈશ્વિક સમજૂતિ તેમજ આનુવંશિક ક્રમમાંથી મેળવેલા સંસાધનો માટે વૈશ્વિક ભંડોળની રચનાનો સમાવેશ થાય છે. વર્ષ 2026 પહેલા સુધી કોલંબિયા આ સંમેલનનું અધ્યક્ષ રહેશે, વર્ષ 2026માં આર્મેનિયા કોપ સંમેલનની અધ્યક્ષતા કરશે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:48 પી એમ(PM) | કોલંબિયાના કેલીમાં સમાપન
જૈવ વૈવિધ્ય સમજૂતિમાં સામેલ થનારા વિવિધ દેશોની 16મી બેઠક-16નું કોલંબિયાના કેલીમાં સમાપન થયું.
