જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.
રાજ્યભરના જૈન સંધોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચનની ઉજવવામાં આવશે અને ત્રિશલા માતાને આવેલા 14 મહાસ્વપ્નના દર્શન કરાવાશે. કલ્પસૂત્રનું વાંચન કરાશે. જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે, જૈન શ્રાવક – શ્રાવિકાઓ આજે ખૂબ જ ભાવથી કલ્પસૂત્રનું શ્રવણ કરશે. મહાવીર પ્રભુને પારણે પધરાવી ઝુલાવવામાં આવશે. પ્રત્યેક જિનાલયમાં મહાપૂજા સાથે પ્રભુજીની ભવ્યાતિભવ્ય આંગી કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 11:53 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #paryushanparv | Gujarat
જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.
