રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે.
કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પણ પશ્નોના ઉકેલ માટે હકારાત્મક છે. જ્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક બાદ કેબિનેટમાં ચર્ચા કરીને તેનો નિર્ણય કરીને પરિપત્ર જાહેર કરવામાં આવશે.