ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા.
જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | news | newsupdate | topnews | એશિયા કપ | ઓમાન | દક્ષિણ કોરિયા | ભારત | મસ્કત | હૉકી