ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 20, 2024 7:09 પી એમ(PM)

printer

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં એક હજાર 978 અરજીઓનો સ્થળ પર જ નિકાલ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.. રાજય સરકાર અને મહાનગરપાલિકાની યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નોની ૧ હજાર ૯૭૮ અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમના તૃતીય તબકકામાં રર સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા.
સરકારનાં જુદા-જુદા ૧૩ વિભાગોની ૬૧ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જેમાં આધારકાર્ડ નોંધણી, મા અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીર્ઝવેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરાયો છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ