ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 7:45 પી એમ(PM)

printer

જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકાઓ અને જીલ્લા-તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકાઓ અને જીલ્લા-તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી.મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં જોધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ નામંજુર થતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.બોટાદથી અમારાં પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે, બોટાદ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ફોર્મ ચકાસણી થઈ પૂર્ણ થઈ છે. જેમાં બોટાદ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 3 અને ભાજપના  એક ઉમેદવારનું  ફોર્મ રદ કરવામાં આવ્યું છે. બોટાદના ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામીએ આ મુજબ માહિતી આપી હતી.કચ્છમાં રાપર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના કુલ 77 ઉમેદવારી પત્રોની ઉમેદવારી
ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આવતીકાલે  ફોર્મ પાછા ખેંચવાનો  અંતિમ દિવસ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ