જૂનાગઢ જિલ્લામાં આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. સામાન્ય રીતે આજે રાત્રે 12 વાગ્યે શરૂ થતી લીલી પરિક્રમા આ વર્ષે યાત્રાળુઓના ઘસારાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગઈકાલે જ ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. અંદાજે બે લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા શરૂ કરી હતી.
વન વિભાગના જણાવ્યા અનુસાર ઇટાવા ચેક પોસ્ટ પાસે યાત્રિકોની સંખ્યા ની ગણતરી કરવામાં આવે છે ત્યારે આજે 50 હજાર જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી છે. બીજી તરફ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ જૂનાગઢ મહાનગરપાલિકા અને વન વિભાગે અલગ અલગ ત્રણ ચેકપોસ્ટ ઉભી કરીને ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક ન જાય એની પણ ખાસ તકેદારી રાખી છે અને મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બોટલ સહિતની સામગ્રી એકત્રિત કરવામાં આવી રહી છે.
રાજ્યભરમાંથી યાત્રાળુઓ અહીં પરિક્રમા કરવા આવતા હોવાથી એસટી વિભાગ દ્વારા 60 જેટલી વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે. રેલવે વિભાગે પણ જૂનાગઢ રાજકોટ અને વેરાવળ ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેનનું આયોજન કર્યું છે.