જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાતમાંથી પાંચ વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર સળગતા ગેસના બોટલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના પગલે અકસ્માત સર્જાયો હતો તે રસ્તાની બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. આ અકસ્માત બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે વિસ્ફોટની તપાસ માટે એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 9, 2024 3:38 પી એમ(PM)
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા
