જૂનાગઢમાં આવતીકાલે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1 હજાર 207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આવતીકાલે સવારે 7 વાગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા આ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:52 પી એમ(PM)