જૂનાગઢમાં આજે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1 હજાર 207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આજે સવારે 7 વાગેની આસપાસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાયો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:15 એ એમ (AM) | જૂનાગઢ