જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાની 39 મી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં એક હજાર 193 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ચાર વિભાગમાં યોજાતી હોય છે. જેમાં જુનિયર ભાઈઓ, અને જુનિયર બહેનો તેમજ સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનોની હોય છે. ભાઈઓ માટે પાંચ હજાર પગથિયાં એટલે અંબાજી મંદિર સુધી અને બહેનો માટે બે હજાર બસો પગથિયા એટલે માડી પરબ સુધીની આ સ્પર્ધા યોજાય છે.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં જાડા રીંકલે ૩૮ મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં તેમજ સીનીયર ભાઈઓમાં વાઘેલા શૈલેષે ૫૯.૧૪ મીનીટના સમય સાથે ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:20 પી એમ(PM)