ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 11, 2024 7:17 પી એમ(PM)

printer

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ધસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે

​જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ધસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે.

વિધિવત રીતે આવતીકાલે કારતક સુદ એકાદશીથી શરૂ થનારી લીલી પરિક્રમા માટે બે દિવસ અગાઉથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી પહોંચતા, તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના માટે એક દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ ખોલવામાં આવ્યો છે. વહેલી સવારથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી છે.

જુનાગઢના અમારા પ્રતિનિધિ સંજીવ મેહતા જણાવે છે કે, યાત્રાળુ માટે ભોજન પ્રસાદ સહિત સાફ-સફાઈ તેમજ આરોગ્ય અંગે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સલામતી માટે પરિક્રમા માર્ગ પર વન વિભાગ દ્વારા 20 થી વધુ રાવટી બનાવવામાં આવી છે તે નજીક એક એક પાંજરું પણ રાખવામાં આવ્યું છે. હાલ ગિરનાર જંગલમાં અંદાજે પચાસ હજાર યાત્રાળુઓ પરિક્રમાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ