જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી છે.. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગતપબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦ હજાર ૬૦૦ થીવધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા 19 કરોડ 50 લાખની સહાય ચૂકવવામાં આવી છે.ગૌશાળાઓઅને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિનીત્રીજી બેઠકમાં આ માહિતી આપવામાં આવી.ઓકટોબર-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇનઅરજી કરી શકે તે માટે ૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂતપોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ. 171 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 6:57 પી એમ(PM)