જી-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. સાત ટકાના વૃદ્ધિ દરની સાથે ભારતની અર્થવ્યવસ્થા 2024માં સૌથી ઝડપથી ગતિથી વધવાની શક્યતા છે. ભારત બાદ 5 ટકાના વૃદ્ધિ દર સાથે ઇન્ડોનેશિયા બીજા અને 4.8 ટકા સાથે ચીન ત્રીજા સ્થાન પર છે. બ્રાઝિલમાં જી-20 શિખર સંમેલનમાં ક્રમાંક જાહેર થયા બાદ સોશિયલ મીડિયાની એક પૉસ્ટમાં ભારત સરકારના નિવેદન અનુસાર, આ સિદ્ધિ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાને ઉજાગર કરે છે, જેવૈશ્વિક પડકારો વચ્ચે પણ પોતાની મજબૂતી અને ઝડપી ગતિના વિકાસને દર્શાવે છે.ઉપરાંત 3.6 ટકા જીડીપી એટલે કે, કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દરની સાથે રશિયા ચોથા, 3 ટકા સાથે બ્રાઝિલ પાંચમા સ્થાન પર છે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:52 પી એમ(PM)