બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કરચોરી કરતાં કેટલાંક વેપારીઓ સામે તપાસ કરતાં તેમની પાસેથી ૯ કરોડ ૧૧ લાખની કરચોરી પકડાઈ છે.
GST વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ,બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે પૈકી ૮ વેપારીઓ અમદાવાદ, ૩ સુરત, ૨ વેપારી વાપી તેમજ એક વ્યારાના વેપારીને ત્યાં દરોડા પડાયાં હતાં..
આ તપાસ દરમિયાન GST વિભાગે બિનહિસાબી વેચાણ અને વેરા મામલે ગેરરીતી કરવામાં આવી હોવાનું શોધી કાઢ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM) | GST વિભાગ
જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી.
