જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણની મુલાકાત લીધી હતી અને વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુવિધા, આરોગ્યને લગતી પ્રાથમિક સારવાર વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.’સોમનાથ મહોત્સવ’માં ખ્યાતનામ કલાકારો દ્વારા તાલબદ્ધ નૃત્ય, ઋષિકુમારો દ્વારા ‘સાગરઆરતી’સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.દરમિયાન જિલ્લા કલેકટરે આજે જિલ્લા રોડસેફ્ટી કમિટીની બેઠકમાં હાજરી આપી હતી અને ગંભીર અકસ્માત થતાં અટકાવવા માટે નેશનલ હાઇવે સહિતનાં રોડ પર અનધિકૃત રીતે તોડવામાં આવેલ ડિવાઈડરનો સર્વે હાથ ધરી અને તેને યુદ્ધનાં ધોરણે બંધ કરવા આદેશ આપ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM) | સોમનાથ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી
