ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે “નો પાર્કિંગ ઝોન” અને “વન-વે” માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સોમવારથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભને ધ્યાનમાં આ નિર્ણય લેવાયો છે. આ જાહેરનામા અનુસાર, ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને હમીરજી સર્કલથી ત્રિવેણી રોડને “નો-પાર્કિંગ ઝોન” જાહેર કરાયો છે. આ જાહેરનામું 5 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 7:41 પી એમ(PM)