જાહેર વિતરણ વ્યવસ્થામાં સપ્લાઇ ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે.
રાજ્યમાં આવેલE ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિકે પુરવઠા નિગમના તમામ ગોડાઉન તેમજ તમામ વાજબી ભાવની દુકાનોને ઓનલાઇન જાહેર વિતરણ વ્યવસ્થા પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ-ફેન્સ કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023 થી જુલાઇ 2024 દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગે પરિવહન ખર્ચમાં સાડા ચાર કરોડ અને માસિક 56 લાખની બચત કરી હતી. જેના પરિણામે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને નવી દિલ્હી ખાતે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 8, 2024 3:12 પી એમ(PM) | પુરસ્કાર
જાહેર વિતરણ વ્યવસ્થામાં સપ્લાઇ ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો
