જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું છે. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, જિલ્લાના ધ્રોલની ચાર વર્ષની બાળકીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, હજી બાળકીનો ચાંદીપુરા વાઈરસનો રિપોર્ટ આવવાનો બાકી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 3:19 પી એમ(PM)