બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા વાર્તાકથન અભિયાન હાથ ધરાયું છે સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિન નિમિત્તે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ‘કહાની-કલા-ખુશી’ શિર્ષક તળે આ નવતર કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. જામનગરમાં રિફાઈનરીની આસપાસની 23 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 12મી થી 20 ડિસેમ્બર દરમિયાન આ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ધો. 5થી 10ના આશરે 2,700 કરતાં વધુ બાળકોને લાભ મળશે.
આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના 400 જેટલા સ્વયંસેવકો શાળાઓમાં જઈને સિધ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ ધીરુભાઈ અંબાણી, ઘનશ્યામદાસ બીરલા, જે.આર.ડી.તાતા, વૈજ્ઞાનિકો સી.વી. રામન, એ.પી.જે.અબ્દુલ કલામ, તેમજ રમતવીરો મેરી કોમ, ધ્યાન ચંદ, પી.વી. સિંધુ, લીએંડર પેસ અને સચિન તેંડુલકરના જીવન અને ઉપલબ્ધિઓ વિષે રસપ્રદ શૈલીમાં વાત કરી રહ્યા છે.