જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે. આ યોજનાનો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓ 31 ઑગસ્ટ સુધી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ આ અંગે વધુ જાણકારી માટે જામનગરની વડી પૉસ્ટઑફિસની બિલ્ડીંગમાં આવેલી અધિક્ષક ડાકઘરની કચેરીનો સંપર્ક કરી શકે છે, એમ યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલાટેલિમાં રસ ધરાવતા ધોરણ 6થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 5:32 પી એમ(PM) | જામનગર
જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે
