ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમિયાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ