‘જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025’ નો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો હતો..એક્સપોમાં 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા છે. બ્રાસ સીટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ-વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તે હેતુથી યોજાયેલો આ એક્સપો ઉદ્યોગકારોને ઉપયોગી નીવડશે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું..
આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન લઘુ ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર સતત પ્રયાસરત છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:58 પી એમ(PM) | જામનગર
‘જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025’ નો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો
