ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 18, 2025 6:16 પી એમ(PM) | જામનગર

printer

જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું

જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું હતું..આ કાર્યવાહીમાં 28 લાખ 33 હજારથી વધુની વસુલાત કરાઈ હતી
આર.ટી.ઓ. કચેરી દ્વારા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સની બે અલગ અલગ ટીમ બનાવી વિવિધ સ્થળોએ ટેક્ષ ભરપાઈ કરેલ ન હોય તેવા વાહનોના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 જેટલા વાહનો પાસેથી સ્થળ પર જ પેનલ્ટી સાથે ટેક્ષ રીકવરી અથવા વાહન ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગની આરટીઓ કચેરી દ્વારા વાહન વેરો ન ભરપાઇ કર્યો હોય તેવા વાહનધારકોને તાત્કાલિક વેરો ભરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ